મેં નજરે જોયેલી એક દુર્ઘટના પર નિબંધ An accident I witnessed Essay in Gujarati

મેં નજરે જોયેલી એક દુર્ઘટના પર નિબંધ An accident I witnessed Essay in Gujarati: દિવાળી આવે છે ત્યારે મારી સમક્ષ મેં જોયેલી એક ભયંકર આગનું દશ્ય આજે પણ ખડું થઈ જાય છે. થોડાં વર્ષ પહેલાંની એક દિવાળીની આ વાત છે, ઘેરઘેર કોડિયાં પ્રગટાવવામાં આવ્યાં હતાં. ચારે બાજુ રોશનીનો ઝળહળાટ જોવા મળતો હતો. અમારસની એ કાજળઘેરી રાતે બાળકો ફટાકડા ફોડી દિવાળી ઊજવી રહ્યાં હતાં.

મેં નજરે જોયેલી એક દુર્ઘટના પર નિબંધ An accident I witnessed Essay in Gujarati

ફટાકડા ફોડી મોડી રાતે સૂઈ ગયો, ત્યાં દોડો…’ ‘દોડો…’ ‘આગ…’ ‘આગ…’ની ચીસો સંભળાઈ. અમે ઘરની બહાર દોડી ગયા. અમારા બાજુના ફળિયામાં એક ઘર આગની જ્વાળાઓમાં સપડાઈ ગયું હતું. ઘરની પાછળના વાડામાં ઘાસની ગંજી ખડકાયેલી હતી. તેમાં ક્યાંકથી એક તણખો પડતાં તેમાં આગ લાગી હતી. જોતજોતામાં એ આગે આખા ઘરને ઘેરી લીધું હતું.

ગામલોકો ભેગા થઈ ગયા અને ડોલોમાં પાણી ભરીભરીને આગને બુઝાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આગની. ફેલાતી. વાળાઓના કારણે તેની નજીક જવાની હિંમત કરી શકાય. એમ ન હતી. આસપાસનાં ઘરોને આ આગથી બચાવવાની ચિંતા મુખ્ય હતી. કેટલાક જુવાનિયાઓ હિંમત કરીને બળતા ઘરની બાજુના ઘરના છાપરા પર ચડી ગયા. એમણે બળતા ઘરનો કેટલોક ભાગ તોડી પાડીને એને બીજાં ઘરોથી અલગ પાડી દીધું તેથી આગ આગળ. વધતી અટકી, ગઈ. આગ લાગતાં જ બધાં બહાર નીકળી ગયેલાં તેથી સદભાગ્યે કોઈ જાનહાનિ ન થઈ. પરંતુ એમનાં કપડાં-લત્તાં, ઘરેણાં અને રાચરચીલું બધું આગમાં ભસ્મીભૂત થઈ ગયું. દુર્ઘટનાનો ભોગ બનેલા ઘરના સભ્યોનું હૈયાફાટ રુદન પથ્થરહૃદયના માનવીને પણ પીગળાવી નાખે એવું કરુણ હતું. લોકો આ પરિવારનું દુ : ખ જોઈ દ્રવી ઊંડ્યા હતા અને તેમને આશ્વાસન આપતા હતા. સતત ત્રણ કલાક સુધીની મહેનત- જહેમત પછી. આગ કાબૂમાં આવી પણ ઘરમાં અનાજ , કપડાં અને ઘરવખરીમાંથી કંઈ જ બચ્યું ન હતું. એક કુટુંબની આવી દુર્દશા થયેલી જોઈને અમે સો હતપ્રભ થઈ ગયાં હતાં.

બેસતા વર્ષના દિવસે ગામમાં સ્મશાનમાં હોય તેવી શાંતિ પથરાયેલી હતી. આખું ગામ શોકમાં ગરકાવ હતું.

પડોશનાં ગામોના પરગજુ લોકોએ મદદનો ધોધ વહેવડાવી દીધો. ચાર માસમાં જ નવું ઘર તૈયાર કરી દેવામાં આવ્યું પણ ત્યારથી અમારા ગામમાં ફટાકડા ફોડવા પર આપોઆપ અંકુશ મુકાઈ ગયો છે.

આગનું એ દશ્ય હું ક્યારેય ભૂલી શકતો નથી.