લાગવગ એજ લાયકાત વિશે પર નિબંધ Corruption Essay in Gujarati

લાગવગ એજ લાયકાત વિશે પર નિબંધ Corruption Essay in Gujarati:

“જ્યાં ન પહોંચે જંગ,
ત્યાં પહોચે લાગવગ.
લાગવગ તારા લાંબા પગ,
ચલાવી જાણે તે જીતે જગ.”

આજના સમયમાં જ્યાં જુઓ ત્યાં લાગવગનું સામ્રાજ્ય જોવા મળે છે. લાગવગ એ કોઈની પણ પાસેથી કામ કઢાવવાનો ટૂંકો અને સરળ રસ્તો છે.

લાગવગ એજ લાયકાત વિશે પર નિબંધ Corruption Essay in Gujarati

જીવનના દરેક ક્ષેત્રમાં આજકાલ લાગવગ વિના કોઈ કામ પાર પડતું નથી. બાળકને બાલમંદિરમાં દાખલ કરવા માટે પણ લાગવગની જરૂર પડે છે ! અહીંથી જ લાગવગની શરૂઆત થાય છે. બાળક ભણી રહે પછી તેને નોકરી અપાવવા માટે, નોકરી મળ્યા પછી, બદલી કરાવવા માટે, બઢતી મેળવવા માટે કે તેની સાચીખોટી રજાઓ મંજૂર કરાવવા માટે લાગવગનું ઓજાર કામે લગાડવું પડે છે.

જીવનના દરેક કોત્રમાં અદશ્ય હવાની જેમ લાગવગ પ્રસરી ગઈ છે. જરૂર પડ્યે તે વાવાઝોડા જેવું કામ કરી શકે છે. બૅન્કમાંથી લોન મેળવવા, વીમાની પાકેલી રકમ મેળવવા, કાયદેસરનું પેન્શન મેળવવા, બદલી કરાવવા કે રોકવા, પસંદગીનું મકાન ખરીદવા, મકાનનો પ્લાન મંજૂર કરાવવા, સિનેમાની ટિકિટ મેળવવા, મોટામોટા કૉન્ટ્રાક્ટ મેળવવા કે ચૂંટણીમાં ઉમેદવાર તરીકેની ટિકિટ મેળવવા લાગવગ કરવી પડે છે. અરે, મંદિરના ગર્ભગૃહમાં જઈને દર્શન કરવા માટે કે જન્મમરણનો દાખલો મેળવવા માટે પણ લાગવગની જરૂર પડે છે !

આમ, આપણે જોઈ શકીએ છીએ કે આપણા દેશમાં અને સમાજમાં સર્વત્ર લાગવગનું જોર ઘણું વધી ગયું છે. અધિકારી લોકો આ નબળાઈને બરોબર પારખી ગયા છે. તેથી ઘણી વાર તો કાયદેસરનું કામ હોય તે પણ ગેરકાયદેસર પદ્ધતિથી કરવામાં આવે છે. આજે તો લાગવગ એ જ લાયકાત બની ગઈ છે. લાગવગનું આટલું બધું ચલણ તંદુરસ્ત સમાજની નિશાની નથી. કોઈ પણ માણસ પાસે લાયકાત હોય પરંતુ લાગવગ ન હોય તો તે બિચારો રખડી પડે છે. જેનામાં લાયકાત ન હોય પરંતુ તેની પાસે લાગવગ હોય તો તે પોતાનું ધાર્યું કામ પાર પાડી શકે છે. લાયકાત વગરના પણ લાગવગના જોરે નોકરી મેળવનારા કર્મચારીઓને લીધે વહીવટમાં શિથિલતા આવે છે, સંસ્થાની કાર્યક્ષમતા ઘટે છે અને કોઈ વાર કોઈનું ભાવિ પણ જોખમમાં મુકાઈ જાય છે.

પાયાથી ટોચ સુધી (Top to Bottom) ઓ પ્રમાણે લાગવગ ચાલ્યા જ કરશે તો આપણો દેશ કદી પણ વિકાસ સાધી શકશે નહિ. લાગવગને લીધે કાર્યદક્ષ વ્યક્તિઓના

હાથમાં કદી વહીવટ આવી શકશે નહિ અને નબળા લોકો સારો વહીવટ કરી શકશે નહિ સમાજમાંથી નૈતિક મૂલ્યોને જાકારો મળશે તથા ભ્રષ્ટાચાર અને લાંચરુશવત બેફામ ફૂલશે ફાલશે. લાગવગના જોરે નોકરી મેળવનાર બિનકાર્યદક્ષ શિક્ષક બાળકોને શું શીખવશે ? એ પણા બાળકોને ગેરરીતિના જ પાઠ ભણાવશે ને! પરિણામે શિક્ષણનું સ્તર વધુ ને વધુ નીચું ઊતરતું જશે. સરવાળે રાષ્ટ્ર ઝડપથી અધોગતિના પંથે જશે.

આપણે સૌ સર્વવ્યાપી અને સર્વશક્તિમાન બની બેઠેલા લાગવગના આ દૂષણને તિલાંજલિ આપીએ. આજના યુગમાં લાગવગથી વધુ અધમ બીજું કોઈ પાપ નથી, આપણે

એવો દઢ સંકલ્પ કરીએ કે લાગવગરૂપી શસ્ત્રનો આપણે ક્યારેય ઉપયોગ કરીશું નહિ. ચાલો, આજથી આપણે આ નવું સૂત્ર અમલમાં મૂકીએ :

એક માત્ર લાયકાત, બીજાં શસ્ત્રો બાકાત.