જો હું શાળાનો આચાર્ય હોઉં તો પર નિબંધ If I were a School Principal Essay in Gujarati

જો હું શાળાનો આચાર્ય હોઉં તો પર નિબંધ If I were a School Principal Essay in Gujarati OR Jo Hum Shalano aacharya Hou To Gujarati Nibandh: દરેક વ્યક્તિને કોઈક મહત્ત્વપૂર્ણ પદ મેળવવાની ઇચ્છા હોય છે. જો વ્યક્તિને પોતાની રુચિનું કામ મળી રહે તો તેને એ કામ કરવામાં આનંદ આવે છે. હું દસમા ધોરણમાં ભણું છું. ભણવું અને ભણાવવું મને ખૂબ ગમે છે તેથી હું શાળાના આચાર્ય થવાની ઇચ્છા રાખું છું.

જો હું શાળાનો આચાર્ય હોઉં તો પર નિબંધ If I were a School Principal Essay in Gujarati

જે વ્યક્તિ આચારનું જ્ઞાન ધરાવતી હોય અને બીજઓને એનું યોગ્ય પાલન કરવા ઐરે તેવા શાળા-મહાશાળાના વડાને ‘આચાર્ય’ કહે છે. ફૂલ જેમ સુવાસથી લોકોને આકર્ષે છે એમ હું મારા આચરણ દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રિય બનું. હું શાળામાં સમયસર પહોંચું, શાળાની પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને રોજ એક-એક જીવનોપયોગી પ્રસંગ કહી સંભળાવું. પ્રસંગોપાત્ત વિદ્યાર્થીઓને મહાન પુરુષો, સાહિત્યકારો, વિજ્ઞાનીઓ, શહીદો વગેરેના જીવન વિશે અને એમણે કરેલાં ઉમદા કાર્યો વિશે માહિતી આપું. હું મારી શાળામાં અવારનવાર વિદ્વાન વક્તાઓનાં પ્રવચનો પણ ગોઠવું.

શાળામાં વર્ગશિક્ષણ અતિ મહત્ત્વનું હોય છે. શાળાના શિક્ષકો વર્ગમાં સમયસર જાય અને વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક ભણાવે તેનું ધ્યાન રાખું. શાળાના શિક્ષકો શિક્ષણની જુદી જુદી પદ્ધતિઓ અપનાવે અને તેમાં આધુનિક શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરે તેવો આગ્રહ રાખી, માર્ગદર્શન આપું. વિદ્યાર્થીઓ એકાગ્રતાથી અભ્યાસ કરે અને લેસન નિયમિત કરીને લાવ્યા છે કે નહિ તેની વખતોવખત ચકાસણી કરું. અનિયમિત અને અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં બોલાવીને તેમને જરૂરી માર્ગદર્શન આપું. શનિ-રવિવારે નબળા વિદ્યાર્થીઓ માટે શાળામાં વધારાના વગ પણ શરૂ કરાવું. શાળાના તમામ કર્મચારીઓ સાથે હું પરિવારભાવના કેળવું.

વિદ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી બને એવું શિક્ષણ મળી રહે તે માટે હું શિક્ષકો દ્વારા ઇતરપ્રવૃત્તિઓનું આયોજન કરાયું. વર્ગસફાઈ, મેદાનસફાઈ, ગ્રામસફાઈ અને શ્રમશિબિર વગેરે દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને સ્વાવલંબનના પાઠ શીખવું. રક્તદાન, નિરક્ષરતાનિવારણ, વૃદ્ધાશ્રમની મુલાકાત વગેરે પ્રવૃત્તિઓ દ્વારા મારા વિદ્યાર્થીઓ સમાજોપયોગી કાર્ય કરતા થાય એવી મારી લાગણી છે. વિદ્યાર્થીઓ સાહસિકતાના પાઠ શીખે તે માટે હું પ્રવાસ અને પર્વતારોહણ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરું. સંગીત, ચિત્ર અને રમતોત્સવ જેવી પ્રવૃત્તિઓથી હું મારી શાળાને સતત ધમધમતી રાખું.

વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે તેમજ સાંસ્કૃતિક મૂલ્યોના પરિચય માટે હું દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું. તેમાં વિદ્યાર્થીઓ નાટક, ગરબા, રાસ, અભિનય, ગીત, મીમીક્રી વગેરે રજૂ કરી શકે. હું આવા કાર્યક્રમોમાં વાલીઓ અને જાણીતા કેળવણીકારોને નિમંત્રણ આપું, જેથી કેળવણીકારો અને સમાજ વચ્ચે સેતુ રચાય અને બાળકોને પ્રોત્સાહન મળી રહે.

બાળકના વિકાસમાં માતાનો વિશેષ ફાળો હોય છે. એક સંસ્કારી માતા સો શિક્ષકોની ગરજ સારે છે એટલે માતાઓને બાળઉછેરની સરસ તાલીમ મળી રહે તે માટે મારી શાળામાં માતાઓ માટે તાલીમ શિબિરોનું આયોજન કરું.

વિવિધ ક્ષેત્રે ગુણવત્તા ધરાવતા વિદ્યાર્થીઓને પુરસ્કારો આપું. હું વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે તેમજ શિક્ષકો અને વાલીઓ વચ્ચે સુમેળભર્યું વાતાવરણ સર્જવાના કાર્યકમોને અગ્રિમતા આપું.

સાદાઈ, સંયમ અને શિસ્તના આગ્રહ દ્વારા સગુણોનું ચુસ્ત પાલન કરતાં કરતાં શિક્ષકોને અને વિદ્યાર્થીઓને તેમજ પરિચયમાં આવનાર સૌને તેમાંથી પ્રેરણા મળે તેનું ધ્યાન રાખું. આ બધી પ્રવૃત્તિઓ હું નિઃસ્વાર્થભાવે અને મારી ફરજ સમજીને કરું.

હું આચાર્ય તરીકે એવી સુંદર કામગીરી બજાવું કે જેથી સમાજ માટે ઉપયોગી જીવન જીવ્યાનો મને પૂર્ણ સંતોષ અને આનંદ પ્રાપ્ત થાય.