પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન પર નિબંધ Importance of Travel Essay in Gujarati

પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન પર નિબંધ Importance of Travel Essay in Gujarati OR Pravasnu Jivan Ghadtar Ma Sthan Gujarati Nibandh: આજના માનવીનું જીવન સરળ રહ્યું નથી. તેને સવારથી સાંજ સુધી સખત મહેનત કરવી પડે છે. તેને અનેક પ્રકારની ચિંતાઓ કોરી ખાતી હોય છે, એવા સંજોગોમાં ચિંતામુક્ત થવા અને જીવનને રસિક બનાવવામાં પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.

પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન પર નિબંધ Importance of Travel Essay in Gujarati

જીવનઘડતરમાં અને શિક્ષણમાં પ્રવાસનું ઘણું જ મહત્ત્વ છે. વિવિધ પ્રદેશોના સમાજજીવન, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી પુસ્તકો વાંચીને મેળવવા કરતાં પ્રત્યક્ષ જોવાથી વધારે સારી રીતે સમજી શકાય છે અને તે સહેલાઈથી યાદ રહે છે.

પ્રવાસમાં આપણે ઘણાં ઐતિહાસિક, ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ છીએ. તેનાથી આપણને વિવિધ પ્રદેશોની કલા, શિલ્પસ્થાપત્ય, ધાર્મિક પરંપરા, જીવનશૈલી વગેરેનો પરિચય થાય છે. તાજમહાલનું વર્ણન અને તેનો ઇતિહાસ વાંચવાને બદલે તેનું પ્રત્યક્ષ દર્શન કરવાથી તેની કલાનો સાક્ષાત્કાર થાય છે. આપણી સૌંદર્યદષ્ટિ વિકસે છે. પ્રવાસોથી માનવના નવા ચહેરા -મહોરા, નદીઓ, સાગરો, ગિરિમથકો, લીલાંછમ ખેતરો વગેરેનું સૌંદર્ય આપણા જીવનરસને છલકાવે છે. તેનાથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. આપણાં તન અને મન તાજગી અનુભવે છે. આપણી સૌંદર્યદષ્ટિ વિકસે છે.

પ્રવાસો સામૂહિક જીવનનો અનુભવ કરાવે છે. પ્રવાસમાં દરેક સ્થળે આપણને ઘર જેવી સગવડો ન પણ મળે. આથી અગવડો વેઠવાની ટેવ પડે છે. આપણા મહાન નિબંધકાર કાકાસાહેબ કાલેલકરે લખ્યું છે : ”પ્રવાસ એટલે અગવડો વેઠ્ઠાની બાદશાહી સગવડ.’ કાકાસાહેબે તો અનેક પ્રવાસો પગપાળા ખેડેલા. પ્રવાસ દરમિયાન આપણને આપણું કામ જાતે કરવાની ટેવ પડે છે. વળી, આપણામાં સહનશીલતા, સેવા, ક્ષમા, ત્યાગ વગેરે ગુણોનો વિકાસ થાય છે. ઘરમાં ગોંધાઈ રહેનાર કે સમાજનું નાનું વર્તુળ ન છોડનાર અનેક દૃષ્ટિએ દરિદ્ર રહે છે. જ્યારે વ્યાપક પ્રવાસ ખેડનાર માનવીની જીવનદષ્ટિ વિશાળ બને છે. આથી જ કવિશ્રી ઉમાશંકર જોશીએ કહ્યું છે :

“ઘરને ત્યજીને જનારને મળતી વિશ્વતણી વિશાળતા,
પછવાડે અડવા થનારને ભરખે ધર કેરી શૂન્યતા!”

પ્રવાસો આપણને સાહસિક બનાવે છે. પ્રવાસ કરવાથી ત્વરિત નિર્ણય કરવાની આપણી શક્તિ ખીલી ઊઠે છે. પ્રવાસમાં આપણે ભાતભાતના માણસોના પરિચયમાં આવીએ છીએ. એમના રીતિરિવાજો, સંસ્કાર, બોલી, રહનસહન વગેરેનો પરિચય થાય છે. આપણી રીતભાત, વાતચીત કરવાની કળા વગેરે પણ ખીલે છે. આમ, પ્રવાસ એ જીવનની પ્રયોગશાળા બની રહે છે.

ધાર્મિક અને નૈસર્ગિક સ્થળો આપણી ધાર્મિક અને આધ્યાત્મિક દષ્ટિ વિકસાવે છે.

આપણા જીવનઘડતરમાં પ્રવાસનું અમૂલ્ય સ્થાન છે. ”પ્રવાસર્ચ થા અગા’ પ્રવાસની વાત રમણીય હોય તો પ્રવાસ તો કેટલો બધો રચ્યું હોય?