પર્યાવરણ નું મહત્વ પર નિબંધ Save Environment Essay in Gujarati

પર્યાવરણ નું મહત્વ પર નિબંધ Save Environment Essay in Gujarati: પર્યાવરણ એટલે આસપાસનું વાતાવરણ. સ્વસ્થ જીવન માટે પર્યાવરણ શુદ્ધ હોય તે વાત અત્યંત મહત્ત્વની છે. વિજ્ઞાન અને ટેક્નોલૉજીના વિકાસથી ફુલાતા માનવી સમક્ષ પર્યાવરણની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. જો Y સુરક્ષા માટે સમયસર પગલાં ભરવામાં નહિ આવે તો વાતાવરણને શુદ્ધ રાખવું મુશ્કેલ થઈ પડશે.

Save Environment Essay in Gujarati

પર્યાવરણ નું મહત્વ પર નિબંધ Save Environment Essay in Gujarati

વીસમી સદીમાં અનેક ઉદ્યોગો શરૂ થયા. તેનાં રસાયણો, ધુમાડો, કોલસા કે રૂની ઝીણી રજકણો વગેરેને કારણે હવા પ્રદૂષિત થાય છે. ગેસ લિકેજની સમસ્યા સર્જાતાં ‘ભોપાલ ગૅસ હોનારત’ જેવી ખૂબ મોટી જાનહાનિ થઈ હતી અને હાહાકાર મચી ગયો હતો. આજે અવાજનું પ્રદૂષણ પણ દિવસેદિવસે વધતું જાય છે.

માનવી મોજશોખની વસ્તુઓ મેળવવા માટે પર્યાવરણનો નાશ કરે છે. દંતૃશળ મેળવવા તે હાથીઓનો શિકાર કરે છે. પીછાં મેળવવા તે મોરનો શિકાર કરે છે. મુલાયમ રુવાંટીવાળું પર્સ બનાવવા તે સસલાંનો શિકાર કરે છે. ઘરનું રાચરચીલું બનાવવા તે આડેધડ વૃક્ષો કાપે છે. જંગલોમાંથી વૃક્ષો કપાતાં જંગલી પ્રાણીઓની સુરક્ષા ઘટી ગઈ છે. વૃક્ષો કપાતાં વરસાદનું પ્રમાણ પણ ખૂબ ઘટતું જાય છે. તેથી અનાજનું ઉત્પાદન ઘટે છે અને પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે.

કારખાનાં સલ્ફર ડાયૉક્સાઈડ અને બીજા અનેક ઝેરી ગૅસ છોડે છે. વળી, કારખાનાનું અશુદ્ધ થયેલું પાણી નદી કે સમુદ્રમાં ઠલવાય છે. આથી નદી કે સમુદ્રનાં પાણી પ્રદૂષિત થાય છે અને પાણીમાં રહેતી જીવસૃષ્ટિ જોખમમાં મુકાય છે. આવા પ્રદૂષિત પાણીનો પીવામાં ઉપયોગ થતાં માનવી વિવિધ પ્રકારના રોગોનો શિકાર બન્યો છે. પ્લાસ્ટિકની બેંગનો વધુ પડતો વપરાશ એ પણ પ્રદૂષણ માટે હાનિકારક છે. કોઈને કોઈ રીતે આમ, હવા અને પાણી પ્રદૂષિત થતાં પર્યાવરણની સમતુલા જોખમાઈ છે.

એવું લાગે છે કે બે મહા ભયાનક વિશ્વયુદ્ધોમાંથી પણ માનવીએ કોઈ બોધ લીધો નથી. આજે વિશ્વના દેશોમાં પોતાની લશ્કરી તાકાત વધારવાની હોડ લાગી છે. શક્તિશાળી, રાષ્ટ્રો અણુઅખતરા કરે છે. તેનાથી પણ પ્રદૂષણ વધે છે. તેની માનવીના સ્વાસ્થ પર ઘણી માઠી અસર થાય છે.

આજે અનાજનું ઉત્પાદન વધારવા માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ થાય છે. પરિણામે અનાજ અને શાકભાજીમાં પણ અગાઉ જેવાં રસકસ રહ્યાં નથી. વધતા જતાં વાહનોના ધુમાડા અને ઘોંઘાટ પણ હવાનું અને અવાજનું પ્રદૂષણ વધારે છે.

આમ, આજે પર્યાવરણની સુરક્ષાનો પ્રશ્ન ઘણો ગંભીર બન્યો છે, આથી વિશ્વના દેશો ખૂબ જ ચિંતિત છે. વિશ્વના દેશોમાં પર્યાવરણ સુરક્ષા માટેની જાગૃતિ લાવવા દર વરસે 5મી જૂન વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઉજવાય છે. આપણે સૌ વનસ્પતિસૃષ્ટિ, જળસંપત્તિ અને જીવસૃષ્ટિના રક્ષણ માટે આપણાથી બનતા પ્રયત્નો કરવાનો દઢ સંકલ્પ કરીએ.


Share: 10

Hi, I am a B.A. student. On this blog, you will find essays, speeches, good thoughts, and stories to read.