વિજ્ઞાનની સિદ્ધિઓ પર નિબંધ Science Achievement Essay in Gujarati

વિજ્ઞાનની સિદ્ધિઓ પર નિબંધ Science Achievement Essay in Gujarati OR Vijnanani Siddhio Guajrati Nibandh: આજનો યુગ વિજ્ઞાનનો યુગ છે. દિનપ્રતિદિન અવનવી શોધોની ભેટ ધરતા વિજ્ઞાનીઓએ આપણા જીવનમાં અદ્ભુત ક્રાંતિ સર્જી છે. આ વિજ્ઞાનયુગમાં માનવીને અશક્ય લાગતી ઘણી કલ્પનાઓ સાકાર થઈ રહી છે. વિજ્ઞાને ઘણી બધી અશક્ય બાબતોને શક્ય બનાવી છે. જીવનના દરેક ક્ષેત્રમાં વિજ્ઞાનની શોધોએ ભારે ક્રાંતિ લાવી દીધી છે. વિજ્ઞાને મનુષ્યને વૈભવી જીવન જીવવા માટેની ઘણી સગવડો પૂરી પાડી છે.

વિજ્ઞાનની સિદ્ધિઓ પર નિબંધ Science Achievement Essay in Gujarati

બસ, રિશા, મોટરગાડી, રેલગાડી, સ્ટીમર, વિમાન વગેરે ઝડપી સાધનોની શોધ કરીને વિજ્ઞાનીઓ આપણે માટે વાહનવ્યવહાર ઝડપી બનાવી દીધો છે. એને લીધે માનવી સવારની ચા ભારતમાં અને રાતનું ભોજન લંડનમાં લઈ શકે છે. વાહનવ્યવહાર ક્ષેત્રે થયેલી ક્રાંતિથી વિશ્વના દેશો એકબીજાની ખૂબ નજીક આવ્યા છે. તેનાથી દેશદેશ વચ્ચે વેપારઉદ્યોગ વધ્યા છે.

કમ્પ્યુટર, ટેલિફોન, રેડિયો, ટીવી અને ફેક્સ જેવાં સાધનો વડે આપણે ખૂબ ઝડપથી સંદેશવ્યવહાર કરી શકીએ છીએ. આથી કેટલીક દુર્ઘટનાઓથી આપણે તરત માહિતગાર થઈએ છીએ અને બચાવકાર્યમાં જોડાઈ શકીએ છીએ.

કમ્પ્યુટર, રેડિયો, ટેપરેકૉર્ડર અને ટેલિવિઝન જેવાં સાધનો માનવીને માહિતી અને જ્ઞાનની સાથેસાથે મનોરંજન પણ પૂરું પાડે છે. ઘરના ઓરડામાં બેઠાંબેઠાં જ વિશ્વમાં બની રહેલી અનેક ઘટનાઓ માનવી જોઈ અને જાણી શકે છે.

વિજ્ઞાને દવા અને શસ્ત્રક્રિયાના ક્ષેત્રમાં કરેલી શોધોથી આજે અસાધ્ય રોગોનો ઇલાજ પણ શક્ય બન્યો છે. વિશ્વમાંથી શીતળાનો રોગ તદન નાબૂદ કરી શકાય છે. એક સમયે અસાધ્ય મનાતા ક્ષય જેવા રોગનો અકસીર ઇલાજ હવે થઈ શકે છે. કેન્સર જેવા રોગનો સામનો પણ શક્ય બન્યો છે. બહેરા માણસો ઇયરફોનથી સાંભળી શકે છે. એક્સ-રેની શોધથી વિવિધ રોગોના નિદાનમાં ઘણી પ્રગતિ થઈ છે. પ્લાસ્ટિક સર્જરી વડે ચહેરાને સુડોળ બનાવી શકાય છે. કયૂટર તો વિજ્ઞાનની અદ્દભુત શોધ છે, એના વડે અધ્ય કામો થઈ શકે છે. આમ, વિજ્ઞાનની સિદ્ધિઓની યાદી ઘણી લાંબી છે.

કૃષિક્ષેત્રે થયેલી શોધોથી સુધારેલાં બિયારણ, ખાતર અને યંત્રોનો ઉપયોગ કરીને માણસ વધુ પાક મેળવતો થયો છે. વળી, નદીઓ પર બંધ બાંધીને માનવીએ સિંચાઈની સગવડો વધારી દીધી છે. સિંચાઈની સગવડના કારણે ખેડૂત વર્ષમાં ત્રણ પાક લઈ શકે છે.

આધુનિક તોપો, હથિયારો, રણગાડીઓ, રડાર, લડાયક વિમાનો, અણુબૉમ્બ વગેરેની શોધથી અનેક દેશોની લશ્કરી તાકાતમાં વધારો થયો છે. વૈજ્ઞાનિક સાધનોની મદદ વડે આજે પાકા રસ્તાઓ ઝડપથી તૈયાર કરી શકાય છે. સુંદર ફોટોગ્રાફી થઈ શકે છે. સુશોભનની સુંદર વસ્તુઓ બનાવી શકાય છે.

વીજળીની શોધ વડે અનેક સગવડો આપણને પ્રાપ્ત થઈ છે. વીજળીની મદદથી રાત્રિના અંધકારને પ્રકારમાં ફેરવી શકાય છે. ટીવી, રેડિયો, ઇરત્રી, રેફ્રિજરેટર, ઍરકન્ડિશનર વગેરે સુખસગવડનાં સાધનોમાં વીજળી પ્રાણ પૂરે છે. વીજળીની મદદથી રેલગાડી ચલાવી શકાય છે. યંત્રોના સંચાલન માટે પણ વીજળીનો ઉપયોગ થાય છે.

આમ, વિજ્ઞાને આજે મનુષ્યના જીવનનો રંગઢંગ જ બદલી નાખ્યો છે. જે સગવડો એક સમયે રાજામહારાજાઓને પણ દુર્લભ હતી તે સગવડો આજે સામાન્ય માનવી ભોગવતો થયો છે. વિજ્ઞાન માનવજાતિ માટે એક અણમોલ વરદાન સિદ્ધ થયું છે. વિજ્ઞાને દુનિયાની સૂરત બદલી નાખી છે. વિજ્ઞાનનો સમજપૂર્વકનો ઉપયોગ માનવજાતિ માટે આશીર્વાદરૂપ બની શકે છે પણ એ રીતે ઉપયોગ ન થાય તો આ જ વિજ્ઞાન માનવજાતિના વિનાશનું કારણ પણ બની શકે છે.